ચોર્યાસી
વૈષ્ણવોની
વાર્તાના
પ્રસંગો
ઠઠ્ઠાના નારાયણદાસ લુહાણા
તેઓ ઠઠ્ઠાના
નિવાસી હતાં. તેઓ ઠઠ્ઠામાં લુહાણા શેઠ તરીકે ઓળખાતા હતાં.
તેઓ ધનિક હોઈ તેઑ ખૂબ અહંકારી બની ગયા હતાં. તેઓને એક પુત્ર હતો નામ તેમનું
નારાયણદાસ.
જ્યારે નારાયણદાસ પાંચ વર્ષના થયા ત્યારે તેમને શરીરે ચર્મ રોગ નીકળ્યો. ત્યારે
તેમના પિતાએ અસંખ્ય વેદ્યને બોલાવ્યાં પણ કોઈ નારાયણદાસના ચર્મ રોગને મટાડી ન શક્યું. આથી
નારાયણદાસના પિતાએ જાહેર કર્યું
કે જે કોઈ મારા પુત્રને સારો કરી આપે તેમને
૫૦૦૦
કોરી આપું. પરંતુ કોઈ તેમના પુત્રને સારો કરી ન શક્ય.
આમ ને આમ પાંચ વર્ષ વીતી ગયા પાંચ વર્ષ પછી એક દિવસશ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતાં
કરતાં
ઠઠ્ઠા
ગામે પધાર્યા. ત્યારે કોઈએ જઈને તે લુહાણા શેઠને કહ્યું, કે તમે જઈને શ્રી
મહાપ્રભુજીને વિનંતી કરો. તેઓ કૃપા કરશે તો તમારો પુત્ર ચોક્કસ સારો થશે. આથી તે
લુહાણા શેઠ લાખ રૂપિયા લઈને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, અને કહે કે મારા પુત્રને
આપ સારો કરો તો આપણે રૂપિયા આપું. તેમની વાત સાંભળીને શ્રી મહાપ્રભુજી ઘણા નારાજ થઈ
બોલ્યા, કે અમે દ્રવ્યના લોભી નથી. વળી અમે અમારા સેવક સિવાય અન્ય કોઈના દ્રવ્યને
અંગીકાર કરતાં નથી.
ત્યારે તે લુહાણો શેઠ કહેવા લાગ્યો કે આપ મારા રૂપિયા દ્રવ્ય કાંઇ અંગીકાર ન કરો તો
વાંધો નહીં, પણ આપ સંત છો, તો મારા પુત્રને સારો કરો. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે
કે આપ સ્વાર્થી અને લૌકિક છો, તેથી અમે આપને માથે હાથ નહીં મૂકીએ. પણ આપનો આ પુત્ર
દેવી છે તેથી અમે તેમના હૃદય પર અમારા ચરણ
ધરાવીશું. પછી શ્રી મહાપ્રભુજી પોતાના બંને ચરણ
નારાયણદાસના હૃદય અને મસ્તક પર
ધરી પડદો નાખી દીધો, અને તેના પિતા ને કહ્યું કે ઘેર જઈ આમનો પડદો ખોલજો.
નારાયણદાસના પિતાએ શ્રી મહાપ્રભુજીના કહ્યા મુજબ ઘેર જઈને પડદો
ખોલ્યો, અને જોયું તો નારાયણદાસનો દેહ સંપૂર્ણ રીતે નીરોગી બની
ગયો હતો.
પછી નારાયણદાસ શ્રી
મહાપ્રભુજીના ચરણાવિન્દની છાપની સેવા કરતાં, અને વૈષ્ણવોની તન-મન-ધનથી ટહેલ કરતાં.
આવા સેવા પરાયણ
કર્મનિષ્ઠ
નારાયણદાસ લુહાણાને આપણા
કોટિનાનેક વંદન હો
પૂર્વી મલકાણ મોદી © Purvi Malkann
purvifoods@hotmail.com
Return to the varta index
Return to main courtyard of the Haveli