ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો

 

માધવભટ્ટ કાશ્મીરી

 

તેઓ શ્રી મહાપ્રભુજીના અનન્ય કૃપાપાત્ર સેવક હતા.

તેમને લખવાનો અને અભ્યાસ કરવાનો ખૂબ મહાવરો હતો, તેથી શ્રી મહાપ્રભુજી શ્રીમદ્ સુબોધિનીજીના ભાગવતની ટીકા તેમની પાસે લખાવતા. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવતના ગૂઢ અર્થોનું પ્રકાશન શ્રી સુબોધિનીજીમાં કર્યું છે. શ્રી મહાપ્રભુજી શ્રીમદ્ ભાગવતના અમૃત સમુદ્રનું હૃદયમાં મંથન કરતા જાય, અને પોતાના શ્રી મુખેથી પ્રગટ કરતા જાય અને માધવભટ્ટજી લખતા જાય. લખતા લખતા સમજાય તો કલમ છોડીને શ્રી મહાપ્રભુજીને સમજાવવા વિનંતી કરતા.

માધવ ભટ્ટ શ્રી મહાપ્રભુજી સન્મુખ તેમના પગ દેખાય તે રીતે વાળીને બેસતા, કારણ કે શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે, કે સિધ્ધ આચાર્યો પાસે પગ દેખાય તેમ બેસવું. માધવભટ્ટ કાશ્મીરી દાસ્યભાવથી શ્રી મહાપ્રભુજી પાસે બેસતા અને લેખન કાર્ય કરતા. તમામ જ્ઞાનના નિષ્કર્ષ રૂપે એવું કહેવાયું છે કે

नाश्रितो वल्ल्भाधिशो न द्रश्टा सुबोधिनि
न राधि राधिकानाथो वृथा तत जन्म भूतले.

અર્થાત શ્રી વલ્લભનો આશ્રય કર્યો નથી, જેમણે સુબોધિનિજીનું વાંચન કર્યું નથી, જેમણે શ્રી કૃષ્ણનો આશ્રય નથી કર્યો તેમનો જન્મ ભૂતળ પર વ્યર્થ ગયો છે. આચાર્યશ્રી મહાપ્રભુજીના સેવક માધવ ભટ્ટને આપણે વંદન કરીએ.

श्री भागवतगूढार्थ प्रकशन परायणाय नम:
श्री भागवतपियुष समुद्रमथन क्षमाय नम:

 

પૂર્વી મલકાણ મોદી © Purvi Malkan
purvifoods@hotmail.com

Return to the varta index

Return to main courtyard of the Haveli