ચોર્યાસી વૈષ્ણવોની વાર્તાના પ્રસંગો


કૃષ્ણદાસ મેઘન

 

કૃષ્ણદાસજી લીલામા વિશાખા સખીનું પ્રાગટ્ય છે.

એક સમયે શ્રી આચાર્યજી ગંગાસાગર પધાર્યા હતા. શ્રી આચાર્યજી રાત્રે પોઢ્યા હતાં અને કૃષ્ણ દાસ પગ દાબતા હતા તે સમયે શ્રી આચાર્યજી એ મનમાં વિચાર્યુ કે ધાન(ડાંગર)ના મુરમુરા (મમરા) હોય તો આરોગીએ. શ્રી આચાર્યજીના મનની વાત કૃષ્ણદાસ મેઘને જાણી એટલામાં શ્રી મહાપ્રભુજીને નિદ્રા આવી. તરત જ કૃષ્ણદાસ ઊભા થઈ ને ગંગાસાગર પાસે આવ્યાં. તેમણે દૂર સામે પર એક દીવો બળતો જોયો. તરત જ તેમણે ગંગાસાગરના પાણી માં છ્લાંગ લગાવી તરીને સામે ગયા.

તેમણે ખેડૂત ને જગાવી ટકાની જગ્યા એ બે ટકા આપી ને લીલી ડાંગર કપાવી. ભાડભૂંજા પાસે જઈ મમરા સિદ્ધ કરાવ્યા, પછી ફરી ગંગાજીમાં તરીને શ્રી આચાર્યજીની પાસે આવ્યાં.  ગુરુચરણને પગ દબાવીને આપને જગાડ્યા અને મમરા આગળ ધર્યા, અને કહ્યું "મહારાજ આરોગો". શ્રી આચાર્યજી એ પુછ્યું કે તું ક્યાથી લાવ્યો? કૃષ્ણ દાસે બધી વિગત કહી ત્યારે આચાર્યજી પ્રસન્ન થઈ ગયાં.

કૃષ્ણદાસ મેઘન નું ચરિત્ર આપણને ગુરુચરણની ઇચ્છા અને માર્ગ હ્રદયરૂઢ કેવી રીતે કરવો તે શિખવાડી જાય છે.

 

પૂર્વી મલકાણ મોદી
©
Purvi Malkan
purvifoods@hotmail.com

Return to the varta index

Return to main courtyard of the Haveli